નિર્દોષોનું લોહી રેડવાના પાઠ આ ધર્મગુરૂ ભણાવે છે….


નિર્દોષોનું લોહી રેડવાના પાઠ આ ધર્મગુરૂ ભણાવે છે….

SOME TIMES BY ;  Sam Hindu on Friday, January 22, 2010 at 7:21am
નિર્દોષોનું લોહી રેડવાના પાઠ આ ધર્મગુરૂ ભણાવે છે….

જો આ જ ધર્મ હોય તો અધર્મ કોને કહેવો એ એક કૂટપ્રશ્ન બની રહે

-૨૦૦૯ના નવેંબરમાં અમેરિકી લશ્કરના ફોર્ટ હૂડ મથક ખાતે મેજર (મનોચિકિત્સક) નિદાલ મલિક હસને કોઇ પૂર્વ ઉશ્કેરણી વિના ડઝનબંધ જવાનો પર ગોળીબાર કર્યો હતો એ તમને કદાચ યાદ હશે. ત્યારબાદ એક મહિલા સાર્જંટે એના પર ગોળીબાર કરીને એને ઇજા પહોંચાડીને વઘુ હત્યાઓ કરતો રોક્યો.

– ૨૦૦૯ના ડિસેંબરની ૨૫મીએ નાતાલના  દિવસે નોર્થ વેસ્ટ એરલાઇન્સની અમેરિકા તરફ આવતી ફ્લાઇટને ઉમર ફારૂખ અબ્દુલમુતલ્લબ નામના એક યુવાને ઊડાવી દેવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. આમ જુઓ તો આ બંને ઘટના વચ્ચે દેખીતો કોઇ સંબંધ નથી. પરંતુ, બીજી રીતે જુઓ તો આ બંને એક જ આતંકવાદી ગુરૂના ચેલા છે.

અમેરિકાએ એ આતંકવાદી ‘ધર્મગુરૂ’ (ભૂતપૂર્વ ઇમામ) અનવર અલ ઔલાકીને પણ આંતરરાષ્ટ્રીય ગુનેગાર જાહેર કર્યો છે. ૧૯૭૧ના એપ્રિલની ૨૨મીએ મેક્સિકોમાં જન્મેલા ફક્ત ૩૮ વરસના આ ઇમામે ઘણા સરફિરા આતંકવાદીને માત્ર પોતાના પ્રવચનથી આત્મઘાતી બનવાની પ્રેરણા આપી હતી. એક માણસ કેટલું ઝેર પોતાની વાણી દ્વારા ફેલાવી શકે એનો આ વિરલ દાખલો છે. જો આ જ ધર્મ હોય તો અધર્મ કોને કહેવો એ એક કૂટપ્રશ્ન બની રહે.

અમેરિકા અને યૂરોપના દેશો અનવરને ‘બિન લાદેન ઑફ ઇન્ટરનેટ’ તરીકે ઓળખે છે. સિવિલ એંજિનિયરની ડિગ્રી ધરાવતા અનવરનો યમનની ઇમામ યુનિવર્સિટી સાથે સંબંધ છે. આ યુનિવર્સિટીએ એને ઇમામ તરીકેની ડિગ્રી આપી હતી. આ યુનિવર્સિટીના વડા અલ કાયદાના ખેર ખાં ગણાતા અબ્દુલ મજિદ અલ-ઝિન્દાની છે. અમેરિકા પર થયેલા ૯-૧૧ના હુમલાના સૂત્રધારોએ અનવરનાં ‘ધાર્મિક વ્યાખ્યાનો’ સાંભળ્યાં હતાં.

એજ રીતે મેજર નિદાલ મલિક હસને ઇન્ટરનેટ પર અનવરનાં પ્રવચનો સાંભળ્યા હતા. કેટલાક લોકોના અવાજમાં જાદુ હોય છે. આષાઠી કંઠ ધરાવતા કે ખરજનો ઘેરો કંઠ ધરાવતા લોકો ઘણીવાર અનાયાસે સાંભળનારને હિપ્નોટાઇઝ કરે છે. તેમની વાણીમાં સંમોહિત કરવાની શક્તિ રહેલી હોય છે. અનવરની વાણી એવી છે. નોર્થ વેસ્ટ એરલાઇન્સના વિમાનને ૩૦૦ ઉતારૂ સાથે ઊડાવી દેવાની પેરવી કરનારા અબ્દુલમુતલ્લબે પણ અનવરનાં પ્રવચનો સાંભળીને આતંકવાદ અપનાવ્યો હતો.

અમારે ત્યાં ઓસામા બિન લાદેન કે મુંબઇ પરના હુમલામાં સંડોવાયેલા કોઇ આતંકવાદી નથી એવાં બેસૂરાં ગાણાં પાકિસ્તાન ગાય છે એ રીતે યમને અમેરિકાને કહી દીઘું કે અમારે ત્યાં અનવર અલ-ઐાલાકી નામનો કોઇ માણસ નથી. જો કે અવારનવાર અનવર અરબી પ્રેસનેે યમનમાં બેઠાં બેઠાં ઇન્ટરવ્યૂ આપે છે પરંતુ યમન સરકાર કે તેની પોલીસને એ શોઘ્યો જડતો નથી, બોલો ! આ માણસે અમેરિકાની એક કરતાં વઘુ મસ્જિદમાં ઇમામ તરીકેની સેવા આપી હતી અને ભડકામણાં પ્રવચનો કર્યાં હતાં ત્યારે અમેરિકા ગાઢ ઊંઘમાં હતું. જાગ્યું ત્યારે ઔલાકી નૌ દો ગ્યારહ થઇ ગયો હતો. અહીં યાદ રહે કે ઓસામા બિન લાદેન અને લેટેસ્ટ ડેવિડ હેડલી કે તહવ્વુર રાણા એક સમયે અમેરિકી સીઆઇએના પગારદાર નોકર હતા. આજે એ જ સાપ અમેરિકાનું દૂધ પીને અમેરિકાને ડસે છે ત્યારે અમેરિકા એમને પકડીને સજા કરવા તડપે છે. આને કહેવાય વિધિની વક્રતા !

અનવર શરૂમાં કોલોરાડોમાં ફોર્ટ કોલીન્સની અને ત્યારબાદ કેલિફોર્નિયામાં સાન ડિયેગોની મસ્જિદ અર-રિબાત અલ-ઇસ્લામીમાં ઇમામ તરીકે ફરજ બજાવી ચૂક્યો હતો. કેલિફોર્નિયામાં તો ૧૯૯૬ થી ૨૦૦૦ સુધી હતો. ૯૮-૯૯માં ખુદ એફબીઆઇએ જેને ચેરિટેબલ સોસાયટી ફોર સોશ્યલ વેલફેર (સીએસએસડબલ્યૂ)નો ઉપપ્રમુખ ગણાવ્યો હતો. આ સંસ્થા યમનની ઇમામ યુનિવર્સિટીના વડા અબ્દુલ મજિદ અલ-ઝિન્દાનીએ સ્થાપી હતી અને એ વેશ્યાઓના હિત માટે કામ કરે છે.

સમાજ સેવાના અંચળા હેઠળ આ સંસ્થા આતંકવાદી પ્રવૃત્તિ માટે પૈસા ભેગા કરે છે એવું એફબીઆઇના એજન્ટ બ્રાયન મર્ફીએ કોર્ટને જણાવ્યું હતું. ખરી રસપ્રદ વાત તો હવે આવે છે. ૯-૧૧ના બે આતંકવાદી (નવાફ અલ-હાઝમી અને ખાલિદ અલમિંધર)ને એફબીઆઇ સાથે સીધો સંબંધ હતો એમ એક સાક્ષીએ ૨૦૦૦ની સાલમાં કોર્ટમાં કહ્યું હતું. આ બંને પણ ઐાલાકીના શાગિર્દ હતા અને સાન ડિયેગોમાં મસ્જિદ અલ ઐાલાકીમાં નમાજ પઢવા જતા હતા. આ બંને જણ ઔલાકી સાથે બંધ બારણે બેઠકો યોજતા હતા એટલે એમ માની શકાય કે ઔલાકીને ૯-૧૧ હુમલાની આગોતરી જાણ હતી.

છેલ્લે છેલ્લે ઐાલાકીએ વૉશિંગ્ટનમાં દાર-અલ હિજરાહ મસ્જિદના ઇમામ તરીકે સેવા આપી હતી. આ માણસ અલ કાયદાનો મહત્ત્વનો માણસ હતો અને અમેરિકામાં બેઠાં બેઠાં અમેરિકાને ટાપલાં મારતો હતો છતાં દુનિયાની સૌથી કાબેલ જાસૂસી સંસ્થા ધરાવવાનો ફાંકો રાખતા અમેરિકાને એનાં કાળાં કરતૂતોની ખબર નહોતી, બોલો ! આ વિશે વઘુ ફરી ક્યારેક.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: