મંદિરના ઘંટ અને શંખ / BELL & COUNCH


SOME TIMES BY ; SANTOSH BHATT

હિંદુ ધર્મમા મંદિરોની બહાર ઘંટ અથવા ઘડિયાલ પુરાતન કાળથી લગાવવામા આવે છે. એવી માન્યતા છે કે જે મંદિરમા ઘંટ અથવા ઘડિયાલ વાગવાનો અવાજ નિયમિત આવે છે, તેને જાગ્રુત દેવ મંદિર કહે છે. ઉલ્લેખનીય છે કે સવાર-સાંજ મંદિરોમાં જ્યારે પૂજા આરતી કરવામા આવે છે તો ઘંટ અથવા ઘડિયાલ પણ વગાડવામા આવે છે. આને અલગ તાલ અને ગતિથી વગાડવામા આવે છે.

એવુ માનવામા આવે છે કે ઘંટ વગાડવાથી મંદિરમા પ્રાણ પ્રતિષ્ઠિત મુર્તિના દેવતા પણ ચૈતન્ય થઈ જાય છે, જેનાથી તેની પૂજા પ્રભાવશાળી તથા તરત જ ફળ આપવાવાળી થાય છે. સ્કંદ પુરાણો પ્રમાણે મંદિરમા ઘંટ વગાડવાથી માણસના સો જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. જ્યારે સંસારનિ પ્રારંભ થયો ત્યારે જે (નાદ) અવાજ હતો, ઘંટ અથવા ઘડિયાલની ધ્વનિથી એવો જ નાદ નીકળે છે. આજ નાદ ઓમકારના ઉચ્ચારણથી પણ જાગ્રુત થાય છે.

ઘંટને કાળનું પ્રતિક માનવામા આવે છે. ધર્મ શાસ્ત્રીઓ પ્રમાણે જ્યારે પ્રલય કાળ આવશે ત્યારે પણ આવા જ પ્રકારનો નાદ પ્રગટ થશે. મંદિરમા ઘંટ અથવા ઘડિયાલ લગાવવાનો વૈજ્ઞાનિક કારણ પણ છે. જ્યારે ઘંટ વગાડવામા આવે છે તેનાથી વાતાવતણમા કંપન ઉત્પન્ન થાય છે જે વાયુમંડળને કારણે ઘણો દુર સુધી જાય છે. આ કંપનની સીમામા આવવાવાળા જીવાણુ, વિષાણુ વગેરે સુક્ષ્મ જીવ નષ્ટ થઈ જાય છે તથા મંદિરનું તથા તેની આસપાસનું વાતાવરણ શુદ્ધ બનેલુ રહે છે.

મંદિરના ઘંટ અને શંખની ધ્વનિમાં પણ આવું જ વૈજ્ઞાનિક રહસ્ય છે.

મંદિરોમાં લગાવવામાં આવેલા મોટા-મોટા ઘંટ અને પૂજા વખતે વગાડવામાં આવતો શંખ માત્ર એક પરંપરાને લીધે કરવામાં આવતી ક્રિયા જ નથી. તેની પાછળ સ્વાસ્થ્ય અને પ્રકૃતિ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ બાબતો સંકળાયેલી છે. ભારતીય સનાતન પરંપરામાં જે કોઇ પણ પરંપરા કે પદ્ધતિઓ નક્કી કરવામાં આવી છે, તે વૈજ્ઞાનિક તથ્યોને ધ્યાનમાં રાખીને નક્કી કરાઇ છે.

મંદિરના ઘંટ અને શંખની ધ્વનિમાં પણ આવું જ વૈજ્ઞાનિક રહસ્ય છે. શંખની ધ્વનિ શરીર અને વાતાવરણ બંનેને પ્રભાવિત કરે છે. શંખ વગાડવા માટે શરીરનું બહુ જોર લગાવવું પડે છે. જેના લીધે શરીર માટેની કસરત થઇ જાય છે. તેની સાથે શંખમાંથી નીકળતા અવાજનો એક વિશેષ પ્રભાવ હોય છે જે વાતાવરણમાં ફેલાયેલા અતિસૂક્ષ્મ બેક્ટેરિયા કે જે શરીર માટે હાનિકારક હોય છે તેને મારે છે. આ જ પ્રકારે ઘંટનો અવાજ પણ વાતાવરણ શુદ્ધ કરે છે.

ગુંબજનું નિર્માણ ધ્વનિના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. ગુંબજના કારણે મંદિરમાં કરવામાં આવતા મંત્રોચ્ચારના સ્વર અને અન્ય ધ્વનિ ગુંજે છે જે ઊર્જાનું નિર્માણ કરે છે. જ્યારે આપણે મંદિરની મૂર્તિને સ્પર્શ કરીએ છીએ કે તેના દર્શન કરીએ છીએ ત્યારે તે ઊર્જા આપણા શરીરમાં પ્રવેશે છે. જેના દ્વારા આપણી અંદર શક્તિનો સંચાર થાય છે. મંદિરમાં ગુંજતા ઢોલ, નગારા, શંખ વગેરેનો અવાજ રોગાણુઓનો નાશ કરે છે. આ રીતે મંદિરની નજીકથી પસાર થતા લોકોને પણ અનાયાસે લાભ થાય છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: