મોગલ શાહોએ હજારો મંદિરો તોડી પાડેલાં BY ; Kanti Bhatt


મોગલ શાહોએ હજારો મંદિરો તોડી પાડેલાં

Source: Aas pass, Kanti Bhatt  

કાશી-બનારસમાં મોગલ શાસન વખતે શહેનશાહ અકબર ઘણો તટસ્થ અને હિન્દુઓનો પ્રેમી હતો છતાં કાશીનાં મંદિરોને તૂટતાં અટકાવી શક્યો નહીં. તેના પછી ઔરંગઝેબ ગાદીએ આવ્યો. તેણે બનારસનું નામ મુહમદાબાદ રાખેલું. એ પછી ઔરંગઝેબના હુકમથી બનારસનાં સેંકડો હિન્દુ મંદિરો તોડી નખાયા અને હજી અડધાં તૂટેલાં મંદિરોની ઇમારત ઉપર તૂટેલા કાટમાળને વાપરીને ઔરંગઝેબે તેની મસ્જિદો બંધાવી હતી. દિલ્હી, આગ્રા અને પટણાનાં નામો મુસ્લિમ બનાવાયાં હતાં. ઢાકા જે બાંગ્લાદેશનું શહેર બન્યું છે ત્યાં ઘણા બંગાળી હિન્દુ રહેતા હતા. તે ઢાકાનું નામ જહાંગીરાબાદ, રામપુરનું નામ મુસ્તફાબાદ, ચિત્તગોંગનું નામ ઇસ્લામાબાદ અને વૃંદાવનનું નામ મુમીનાબાદ રખાયેલું.

૧૧૯૪ની સાલમાં કનૌજના રાજા જયચંદ્રને હરાવીને કનૌજ શહેર શહેનશાહ શાહબુદ્દીને કબજે કર્યું ત્યારે તેણે ૧૦૦૦ હિન્દુ મંદિરો તોડી પાડ્યાં હતાં. બ્રિટિશરોએ તો તેનાં ૨૦૦થી વધુ વર્ષના શાસનમાં આપણા પર ભયંકર અન્યાય કરી ક્રાંતિ કરનારાને જીવતા સળગાવી દીધેલા. જલિયાંવાલા બાગની અંગ્રેજોની ક્રૂરતા અને બીજા કેટલાય અન્યાયોને આપણે ભૂલી ગયા છીએ. આપણે અકબરની ધર્મનિરપેક્ષતાનાં સતત વખાણ કરીએ છીએ પણ તેણે કાશીમાં હિન્દુ મંદિરો તોડાવીને ત્યાં મંદિરો ચણાતા તે પ્રત્યે આંખ મિંચામણાં કરેલાં છે તે વાત અંગ્રેજ લેખક એમ. એ. શેરિંગે તેના પુસ્તક ‘ધ સેકરેડ સિટી ઓફ હિન્દુઝ’માં લખી છે.

જહાંગીરથી માંડી ઔરંગઝેબને જ્યારે પણ નાણાંની જરૂર પડે ત્યારે લગભગ સવા ત્રણ સદી પહેલાં અમદાવાદના શાંતિદાસ શેઠ પાસેથી નાણાં ઉછીના લેવાયા હતા પરંતુ શાંતિદાસ શેઠે જ્યારે ઔરંગઝેબને કહ્યું કે જે જે મંદિરોને મસ્જિદમાં ફેરવી નખાઈ છે તે હિન્દુઓ અને જૈનોને પાછી અપાય અને ત્યાં પાછાં મંદિરો ચણવા દેવાય, પણ તમામ મોગલ બાદશાહો એ બાબતમાં નુગરા હતા. શાંતિદાસની વાત માની નહોતી. દેશી ભાષામાં એ બાદશાહો ‘હરામી’ હતા. આપણા જ પૈસે રાજ્ય વિસ્તારી આપણાં મંદિરો તોડી આપણા જ પૈસાથી મસ્જિદો ચણાવી હતી.

આમ છતાં આપણે મોગલ શહેનશાહોની ક્રૂરતાને ભૂલી ગયા છીએ. મુસ્લિમોને ઇમામો રમજાન વખતે ખાસ ઉપદેશ આપી ‘માફ’ કરવાની શિખામણ આપે છે. તે ઝનૂની ઇસ્લામવાદી મુસ્લિમો માનતા નથી. આપણે તો અકબર, ઔરંગઝેબ, અહમદશાહ અને તે પહેલાં શહેનશાહ બાબરની ક્રૂરતા ભૂલી ગયા છીએ. બાબરે હિન્દુસ્તાન ઉપર ચઢી આવીને દિલ્હી, આગ્રા અને બીજાં શહેરો કબજે કર્યા એટલું જ નહીં આપણા હિન્દુસ્તાની ઈતિહાસકારોએ બાબરે અનેક મંદિરો તોડી પાડી હિન્દુઓની કતલ કરી છતાં તેમના કવિતા પ્રેમની જ પ્રશંસા કરી છે… પણ? મુસ્લિમ બંધુઓ બાબરીને ભૂલ્યા નથી!

મેવાડના રાણા સંગના નેતૃત્વ હેઠળ રજપૂતોના એક શક્તિશાળી અને વિશાળ સૈન્યને બાબરે હરાવ્યું. આ યુદ્ધને બાબરે જ ‘જિહાદ’ નામ આપ્યું તેમ ઈતિહાસકાર જયકુમાર શુક્લ કહે છે. હિન્દુ ઈતિહાસકારોએ તો બાબરે હિન્દુ રાજાને હરાવીને પછી દારૂનો ત્યાગ કર્યો તેની પ્રશંસા કરી છે. બાબરે તેના તમામ વિજય માટે અલ્લાહનો આભાર માન્યાનું સર્ટિફિકેટ લેખકો આપે છે. આ બાબરે ખાનવાના યુદ્ધ પછી તેમાં મરી ગયેલા હિન્દુઓની ખોપરીઓને જ પથ્થર બનાવીને તેનો મિનારો ચણ્યો હતો પણ ઈતિહાસકાર જયકુમાર શુક્લના કહેવા પ્રમાણે બાબરને હિન્દુસ્તાની ઈતિહાસકારોએ લેખક, કવિ અને વિવેચક કહીને બિરદાવ્યો છે. બાબરનો અર્થ ઘણા સંદર્ભગ્રંથકારો સિંહ કે વાઘ કરે છે.

બાબર, સિંહ હશે પણ તે હિન્દુ ધર્મ બાબતમાં વાઘ જેટલો ક્રૂર હતો. તમે અમૃતા પ્રીતમ નામની મશહૂર લેખિકાને જાણો છો? મોટે ભાગે તે મોટી ઉંમર સુધી ઇશ્ક કરતાં રહ્યાં છે. તેમણે મોટે ભાગે મુસ્લિમ શાયરો સાથે જ લગની લગાવી છે. બીજી કેરળની કવિયત્રી કમલાદાસે ૬૭ વર્ષની ઉંમરે હિન્દુ ધર્મ છોડીને ઇસ્લામ અંગીકાર કરેલો. તેનો પુત્ર એમ. ડી. નાલાપત મુંબઈના જુના અંગ્રેજી અખબારમાં સિનિયર પત્રકાર હતો. તેણે આ અખબારના અધિષ્ઠાતાને એક બદનક્ષીના કેસમાંથી બચાવેલા. કમલાદાસ મૂળ કેરળના હતાં. તેનાં કિશોરકાળમાં એક દારૂ પીધેલા મુસ્લિમે તેના ઉપર રેપ (બળાત્કાર) કરેલો. છતાં કોણ જાણે તેને ઇસ્લામ ઉપર પ્રેમ ઉભરાયો અને તેનો ઈન્ટરવ્યૂ લેવા પત્રકારો પડાપડી કરતા હતા.

કમલાદાસથી મુસ્લિમ બનીને સુરૈયા નામ આપનાવનાર આ સ્ત્રીએ ઇસ્લામ અંગીકાર કર્યો પણ તેની આત્મકથા મુજબ તે દારૂની લતમાં પડેલી ને દારૂ પીવાનું ચાલુ રાખેલું. કમલાદાસને ઘરે ઘણા અંગ્રેજી ભાષી સાહિત્યકારો આવતા તે તેના બેડરૂમના સાથીદાર પણ બનતા. તેમ તે પોતે જ કહે છે. તેની આત્મકથાના ૪૨મા પ્રકરણનું મથાળું ‘ધ લાસ્ટ ઓફ માય લવર્સ’ છે. તેમાં મહાન સાહિત્યકાર નિશીમ એઝેકલની દોસ્તીની-પ્રેમની વાત છે. દિલ્હીના બે પ્રતિષ્ઠિત કટાર લેખકો જેના લેખો જગતભરનાં અંગ્રેજી અખબારો છાપે છે તે ખુશવંત સિંહજી તેમ જ માનનીય કુલદીપ નાયરજી તેમ જ આપણા મહેશ ભટ્ટ અને ત્રણેય પાકિસ્તાનના સાહિત્યકારો, પત્રકારો અને અમુક રાજકારણી સાથે દોસ્તી રાખે છે.

એ બધાની લાંબી વાત જવાદો પણ બાબરી મસ્જિદ અંગે હવે પાછી નવી ગરમી શરૂ થઈ છે ત્યારે આપણે કુલદીપ નાયરે બાબરી મસ્જિદ અંગે શું કહ્યું છે તે તેના જ શબ્દોમાં જોઈએ. તે વાંચીને લાગશે કે કુલદીપ નાયર બાબરી મસ્જિદ બારામાં તેમનો તટસ્થ અભિપ્રાય લખ્યો છે પણ મુસ્લિમ મિત્રોને પ્રિય લાગે તેવો છે. વળી અયોધ્યામાં રામ મંદિરની વાત છે. તો અયોધ્યામાં કોઈ પણ વિશાળ જગ્યામાં રામ મંદિર બાંધી શકાય છે. મુંબઈના ઘરે ઘરે ગણેશચતુર્થીના ગણેશ મંદિરો બંધાય જ છે. મુસ્લિમ બંધુઓને નાહકના નારાજ ન કરવા.

‘ધ ડેઈલી સ્ટાર’ નામના અખબારમાં કુલદીપજીનો જુનો લેખ શબ્દશ:‘બાબરી મસ્જિદ પડી ત્યાર પછી હું બીજે દિવસે અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન હતા ત્યારે તેમને મળ્યો. તેમણે બાબરી મસ્જિદ અંગે જે અભિપ્રાય આપ્યો તેનાથી હું દંગ થઈ ગયો. હું તો વાજપેયીજીને ભાજપના એક ઉદારમતવાદી રાજકારણી ગણતો હતો. વાજપેયીજીએ કહ્યું કે ‘મસ્જિદ તૂટી છે ત્યાં ભલે રામ મંદિર બંધાય!’ વાજપેયીના જ શબ્દોમાં ‘લેટ ધ ટેમ્પલ કમ અપ’ પરંતુ તેમની આ ટિપ્પણીને હું બહુ મહત્વ આપતો નથી, કારણ કે જસ્ટિસ મનમોહન સિંઘ લબિરહાનની સમિતિએ બાબરી મસ્જિદને પાડવાના કાવતરામાં વાજપેયીને પણ સામેલ વ્યક્તિ તરીકે વર્ણવ્યા છે.

લિબરહાન કમિશને વાજપેયી અને અડવાણી સહિત ૬૮ જણને ભારતમાં કોમ્યુનલ શાંતિને ખલેલ પહોંચાડનારા ગુનેગાર ગણ્યા છે.’ ઉપરની વાત લખીને કહેવા માંગુ છું કે કુલદીપ નાયર અને બીજા ભારતીયો મુસ્લિમો પ્રત્યે ઉદાર છે તેટલી ઉદારતા મુસ્લિમોએ બાબરી મસ્જિદના પ્રકરણે દાખવવી જોઈએ કે નહીં? સાઉદી અરેબિયાએ બિન વહાબીઓની સેંકડો મસ્જિદો પાંચ વર્ષમાં તોડી પાડી છે તેની તમને જાણ છે? હવે નવા ચુકાદાથી રૂઝાયેલા ઘા તાજા કરવાના ધંધા શરૂ થશે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: