મંત્રની ગૂઢ પ્રક્રિયા(બિંબ પ્રતિબિંબ ) PROCESS Of MANTRA


"Aum Namah Shivaya" in devanagari script

Image via Wikipedia

 

મંત્રની ગૂઢ પ્રક્રિયા(બિંબ પ્રતિબિંબ ) Process Of MANTRA

SOME TIMES BY ; SANTOSH BHATT 
ફાગણ વદ છઠ્ઠ- ;

ઋગ્વેદીના સ્વરમાં મહત્ત્વ નથી. ઉચ્ચારમાં મહત્ત્વ છે. વર્ણ, સ્વર, માત્રા અને બલં- આમ ચારે પ્રકારે માનસિક રીતે મંત્ર થાય ત્યારે સિદ્ધિ આવે છે. જે શબ્દ છે એમાં ભાવ પણ સંક્રમતિ થવો જોઇએ જેથી ભાવ પ્રમાણે કાર્ય થઇ શકે.
આ આંતરવિજ્ઞાન છે. સબ્જેક્ટિવ સાયન્સ છે. અહીં ‘અનકોન્શિયસ’ (અજાગ્રત) નહીં કે સબકોન્સીયસ (અર્ધજાગ્રત) નહીં પણ એવર કોન્શિયસ (સદા જાગ્રત) રહેવું પડે છે…

મંત્રવિદ્યાનો મર્મ જાણવાનો પ્રયાસ કરી અનુભવસિદ્ધ બનેલા કોઇ અભ્યાસી કહે છે કે ‘મનને મારે તે મંત્ર’ કોઇ અન્ય અભ્યાસી કહે છે કે ‘મનને તારે તે મંત્ર’ આવા લઘુ સૂત્રો જ્ઞાાનસભર હોય છે. પરંતુ તેનાથી મંત્રવિજ્ઞાાનની ગહન પ્રક્રિયાના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પાસાંનો પરિચય થતો નથી. ‘મંત્રવિજ્ઞાાન’નો મર્મ અને તેના વૈદિક ચિંતનને સમજવા માટે પૂજ્ય સ્વામી શ્રી સદાશિવનાં પુસ્તકોનો ઊંડો અભ્યાસ મદદરૃપ થઇ શકે.

તેઓશ્રી ‘જીવનવિજ્ઞાાન’, ‘મંત્રવિજ્ઞાાન’ ‘પ્રસારણ માધુરી’ અને ‘પૂર્ણાંગ યોગ’ જેવા ચિંતનપ્રધાન પુસ્તકોમાં પોતાના ગૂઢ અનુભવોના અર્ક નીચોવી ગયા છે. શ્રી સદાશિવ પ્રજ્ઞાામંડળ દ્વારા પ્રકાશિત મોટેરા, સાબરમતી)
આપણે સ્વામીજીના ‘મંત્ર’ અંગેના ઉદ્ગારો તથા ચિંતનનો થોડો વધારે લાભ લઇએ. વાચક મંત્રમાં વાણીની અનુભૂતિ કેવી રીતે થઇ શકે ? આવા પ્રશ્નના જવાબમાં સ્વામીજીએ દર્શાવેલી વિગતો ધ્યાનપાત્ર છે…

‘મનવાણી સૌપ્રથમ ઘનીભૂત ‘ફોર્મ’ સ્વરૃપમાં હોય છે. જેમ બરફ, પાણી અને વરાળ એક જ છે, પણ પ્રક્રિયા જુદી જુદી હોવાથી કાર્ય જુદું જુદું થાય છે. બરફ સ્થિર રહે છે, પાણી બનતાં નીચે તરફ ગતિ કરે છે. વરાળ બનતાં ઉપર ગતિ કરે છે. જે મન છે એ જ શરીર. તે શરીર ઘનીભૂત ‘ફોર્મ’માં છે. શરીરના કોઇપણ ભાગમાં દુઃખ થતા આ જ કારણે આખા શરીરમાં વ્યાપી જાય છે. ઘનીભૂત થયેલાં જે પ્રાણ છે એ જ ગરમીથી ઓગળે છે એટલે એમાં જલકણ આવે છે અને એ નીચે તરફ જાય છે એ જલીય પ્રાણને વધુ ગરમી મળતાં તેજ તત્વમાં એટલે વધુ બાષ્પમાં પરિણમે છે અને પ્રાણ ઊર્ધ્વ બને છે. ઊર્ધ્વીકરણ મંત્રથી શક્ય બને છે. જ્યાં પ્રાણનું ઊર્ધ્વીકરણ થતું નથી ત્યાં જ દુઃખ હોય છે. શરૃઆતમાં ત્રણ ચક્રોમાં પ્રાણ ઘનીભૂત અને રસાકાર હોય છે.

મૂલાધારમાં પૃથ્વીતત્ત્વ છે. સ્થૂળ અભિમાન છે, એ જ રાવણ છે. અહીં વૈખરી વાણી હોય છે. જ્યારે પૃથ્વીતંત્ર રૃપાંતર પામીને જલતત્ત્વ બને છે ત્યારે એ મનને નીચેની તરફ ખેંચે છે. મન અધોગતિ પામે છે. અહીં વાણી મધ્યમાં હોય છે. જ્યારે પ્રાણમાં તેજતત્ત્વ-કણોનું અધિક્ય હોય છે ત્યારે વાણી પશ્યન્તી બને છે. અહીં એક-એક સંસ્કાર એક-એક અક્ષર દેખાય છે. અહીં સંકલ્પોની ગતિ ધીમી પડે છે. મનની ગતિ ધીમી પડવાથી વાણી અને મનની ગતિ દેખાય છે. પરાવાણીમાં માત્ર અનુભૂતિ જ કરવાની હોય છે. અહીં માત્ર ઝંકાર જ હોય છે. મન પ્રાણમાં એક પ્રકારનો ‘ડિવાઇન ઇનટોકઝીકેશન’ એક પ્રકારનો નશો ‘એકસ્ટસી’ આખા શરીરમાં વ્યાપેલી દેખાય છે. આ ઝંકારમાં ખૂબ જ તાકાત હોય છે. અહીં એક પ્રકારની ખુમારી આવે છે. વિશ્લેષણથી પરાવાણીમાં કામ થાય છે.

જ્યાત્ સિદ્ધ જ્યાત્ સિદ્ધિ- જપથી જ સિદ્ધિ છે. ઘર્ષણથી જેમ ગરમી ઉત્પન્ન થાય છે એમ મંત્રના શબ્દઘર્ષણથી સૂક્ષ્મ ગરમી ઉત્પન્ન થાય છે. જે નાડીમાં ઘનીભૂત થઇને રહેલા દોષો-કફ-વાયુ, પિત્તને પ્રવાહી બનાવીને બહાર કાઢે છે. મસ્તકમાં નાડી શુદ્ધિ થયા બાદ સભાનતા આવે છે. મસ્તકમાં નાડી શુદ્ધિ થયા બાદ વિચારશક્તિ ખીલી ઊઠે છે.

બર્હિિવજ્ઞાાન એ ‘ઓબ્જેક્ટિવ’ ‘સાયન્સ’ છે. ‘એટમ’ (પૃથ્વીકરણ) છે એ ‘ઓબ્જેક્ટિવ’ ‘સાયન્સ’ છે. ‘એટમ’ (પૃથ્વીકરણ) છે એ ‘ઓબ્જેક્ટિવ’ (જડ) છે. એ પૃથ્વી તન્માત્રા છે. ‘હાઇડ્રોજન’ એ જલીય તન્માત્રા છે, જે આપણા જમણી અને ડાબી બાજુના અંડકોષમાં રહેલી છે. એ બંને ભેગી મળીને વાણી બને છે. અહીં વાણી શક્તિશાળી બને છે, પરંતુ વાણીમાં રહેલા આસુરી તત્ત્વને કાઢવું પડે છે. ભાવના વડે પાણીને ‘ડિવિનાઇઝડ (દિવ્ય) કરવી પડે છે. વાણી એજ ઓજસ છે. ‘સાયન્સ’ને આ જાણવાની બાકી છે. મરેલા માણસના જો પૃથ્વી અને જલકણ ભેગા કરીને ‘ચાર્જ’ (શક્તિસંપન્ન) કરવામાં આવે તો માણસ જીવન મેળવે છે. પ્રાણ છે એ ‘ઓબ્જેક્ટિવ’ (જડ) છે તેથી ‘ઓક્સિજન’ મરતા માણસ પર થોડી અસર કરે છે.

પરંતુ એક સમય એવો આવશે જ્યારે ‘સાયન્સ’ વાણીથી મૃત મનુષ્યને જીવન આપી શકશે. કારણ કે વાણીમાં ‘સબ્જેક્ટિ’ ચિંતન છે. ભાઇ,આ બધંુ લેકચર સાંભળીને ‘સાયન્ટિસ્ટ’ (વૈજ્ઞાાનિક) થવાતું નથી. ‘લેબ’ પ્રયોગશાળામાં જઇને પ્રયોગ કરવા પડે… આ આંતરવિજ્ઞાાન છે. સબ્જેક્ટિવ સાયન્સ છે. અહીં ‘અનકોન્સિયસ’ (અજાગ્રત) નહીં કે સબકોન્સીયસ (અર્ધજાગ્રત) નહીં પણ એવર કોન્સિયસ (સદા જાગ્રત) રહેવું પડે છે… સ્વામી સદાશિવ સાધકોને આવા અભ્યાસ તથા પ્રયોગો કેટલા કઠિન છે છે તેનો ખ્યાલ આપે જ છે.

સ્વામીજી સાધકોને ‘સોહમ્’ મંત્ર સિદ્ધ કરવાની સલાહ આપતા. તેઓશ્રી દર્શાવે છેકે ‘સૌ પ્રથમ મન જાય તે પછી પ્રાણ જાય છે. જલતત્ત્વનો અતિક્રમ થયા બાદ દેહશુદ્ધિ આવે છે, જે દેહ જરા-રોગ-મૃત્યુનો અતિક્રમ કરી જાય છે. મન એ સવાર છે. જો મન બરાબર હોય તો મન કહે તેમ પ્રાણ ચાલે છે. મન તો લંગડુ છે. જો મન બહાર જવા માંગતુ હોય તો એ પ્રાણ ઉપર સવાર થઇને જઇ શકે છે. જો સવાર એટલે કે મન દુર્બળ હોય તો પ્રાણ એને ગમે ત્યાં લઇ જાય છે.
મન, પ્રાણ જ્યારે એક જ નાડીમાં ગતિમાન થાય ત્યારે સતત હસવાનું આવે છે. જેને માટે આપણે સોહમ્ મંત્ર કરીએ છીએ. અને ‘સો’ કરીને આજ્ઞાાચક્રમાં અને ‘હ’ ને ‘હમ’ કરીને નાભિમાં લઇએ છીએ. મનને શરીરના જે ભાગ પર અને જે દિશામાં લઇ જવામાં આવે ત્યાં પ્રાણ જાય છે. માત્ર કલ્પનાથી નહીં પણ તમો એ પ્રાણ-પ્રવાહને ‘ફીલ’ (અનુભવી) શકો છો.

વેદના અભ્યાસી સદાશિવના અનુભવજન્ય મંતવ્ય પ્રમાણે ‘વર્ણથી ઋગ્વેદી, વર્ણ સ્વરથી યજુર્વેદ, વર્ણસ્વર અને માત્રાથી સામવેદી અને વર્ણ, સ્વર, માત્રા અને બલથી અથર્વવેદી બનાય છે. સૂર્યનાડી ખૂલ્યા પછી જ વર્ણ, સ્વર અને માત્રામાં બોલી શકાય છે. સૂર્ય નાડી ખૂલ્યા બાદ પગની આંગળીઓ વડે પ્રાણ ગ્રહણ થાય છે. ત્યારે જ વર્ણ, સ્વર અને માત્રામાં બોલી શકાય છે. અથર્વવેદમાં આખો મંત્ર બલ વડે ‘સ્ટ્રેસ’ (ભાર) આપીને નીચે લઇ જવાનો હોય છે. જે
અથર્વવેદી છે, એનો સ્વર મસ્તકમાં આવે છે. યજુર્વેદીનો સ્વર હાથમાં આવે છે. ઋગ્વેદીના સ્વરમાં મહત્ત્વ નથી. ઉચ્ચારમાં મહત્ત્વ છે. વર્ણ, સ્વર, માત્રા અને બલં- આમ ચારે પ્રકારે માનસિક રીતે મંત્ર થાય ત્યારે સિદ્ધિ આવે છે. જે શબ્દ છે એમાં ભાવ પણ સંક્રમતિ થવો જોઇએ જેથી ભાવ પ્રમાણે કાર્ય થઇ શકે. વિનિયોગમાં રહેવાનું કારણ જ એ છે. વિનિયોગની બહાર કદી ન જવું આપણો જે વિનિયોગ છે. સ્વપર કલ્યાણપયોગી બલ, વીર્ય, વિદ્યા, બુદ્ધિશક્તિ પ્રાપ્તિ અર્થેએ સર્વશ્રેષ્ઠ છે.

આપણે ‘પ્રજ્ઞાા રસમાધુરી’માં વ્યક્ત થયેલા સાધક સાથેના સંવાદોમાં મંત્રવિદ્યાનું પ્રતિબિંબ જોયું. ‘જીવન વિજ્ઞાાન’ માં ચિંતનનો રસથાળ છે.

પ્રણવમંત્ર, સોહમ્ મંત્ર, એકાદશ મંત્રન્યાસ, બલાતિબલા, મહામંત્ર, ઋશિશિરોમણિમંત્ર, ગાયત્રીમંત્ર, શ્રી વિદ્યાનાં રહસ્યો, ભદ્રસંગીત અને શાણ્ડિય વિદ્યા વગેરેની ગહન છણાવટ સ્વામી સદાશિવ કરી ગયા છે. મંત્રવિજ્ઞાાનના પરિમાણ તરફથી ગંભીર ચિંતનને વાળવા માટે વધારે બીજું શું થઇ શકે ?

KUNDALINI CHAKRA
OM
OM NAMAH SHIVAY
Advertisements

3 Responses

 1. I read this article again and dreaming to get this books by Swamiji…! jay Ho!

  Thanks for bringing this infor by this article…
  ‘મંત્રવિજ્ઞાાન’નો મર્મ અને તેના વૈદિક ચિંતનને સમજવા માટે પૂજ્ય સ્વામી શ્રી સદાશિવનાં પુસ્તકોનો ઊંડો અભ્યાસ મદદરૃપ થઇ શકે.

  તેઓશ્રી ‘જીવનવિજ્ઞાાન’, ‘મંત્રવિજ્ઞાાન’ ‘પ્રસારણ માધુરી’ અને ‘પૂર્ણાંગ યોગ’ જેવા ચિંતનપ્રધાન પુસ્તકોમાં પોતાના ગૂઢ અનુભવોના અર્ક નીચોવી ગયા છે. શ્રી સદાશિવ પ્રજ્ઞાામંડળ દ્વારા પ્રકાશિત મોટેરા, સાબરમતી)

  Like

 2. We need to have photo of Shivanand Swami and website refrence so we can which Shivanand swami you are talking about and if somebody want to have his books can find from where to get…..

  Like

  • Paresh Ji,
   Shivanand Swami’s Books are published by Shree Shivanand Pragna Mandal, Motera, Sabarmati, Gujarat.

   And Which Shivanand Swami is this one ?

   Answer is I never met Swami just read his work and i shall get that information ASAP.

   શ્રી સદાશિવ પ્રજ્ઞાામંડળ મોટેરા, સાબરમતી)

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: