મસ્જીદના લાઉડસ્પીકરના અવાજ સામે પગલાં ભરો – શિવસેના


મસ્જીદના લાઉડસ્પીકરના અવાજ સામે પગલાં ભરો – શિવસેના
બાંગથી ઊંઘ બગડવા સાથે બાળકોના અભ્યાસમાં ખલેલ પડતી હોવાનો દાવો

મુંબઈ – દશેરાની રેલી દરમ્યાન ધ્વનિ પ્રદૂષણ કરવા બદલ પોલીસે કેસ કરતાં શિવસેનાએ મસ્જીદ

ઉપરના લાઉડસ્પીકરો સામે કેમ પગલાં ભરતા નથી એવો પ્રશ્નાર્થ કર્યો છે. શિવસેનાના મુખપત્ર

સામના માં આજે મુંબઈના ભીંડી બજાર અને બહેરામપાડાથી માંડી ખૂણે ખૂણે મસ્જીદો ઉપર લાઉડ

 સ્પીકર લગાડવામાં આવ્યા છે અને વહેલી સવારથી માંડી દિવસમાં અનેક વાર બાંગ પોકારવામાં

આવે છે. જેનાથી ઊંઘ પણ બગડે છે અને બાળકોના અભ્યાસમાં ખલેલ પડતી હોવા છતાં તેની

વિરુદ્ધ કેમ પગલાં ભરવામાં આવતા નથી એવો પ્રશ્નાર્થ કરવામાં આવ્યો હતો.

શિવાજી પાર્ક ખાતે દશેરા નિમિત્તે રવિવારે યોજાયેલી રેલીમાં મુંબઈ હાઈકોર્ટે નક્કી કરેલી ધ્વનિ

મર્યાદા કરતાં વધુ અવાજ નોંધાતા દાદર પોલીસે શિવસૈનિકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ અંગે

આજે પક્ષના મુખપત્રમાં જણાવાયું છે કે અમે કાયદો જાણીએ છીએ અને અમને કાયદો

 શીખવવાને બદલે લોકોની લાગણીની કદર કરવી જોઈએ. શિવાજી પાર્કને શાંત વિસ્તાર

હેઠળ જાહેર કરવામાં આવતાં મુંબઈ હાઈકોર્ટે શિવસેનાને ૫૦ ડેસીબલ સુધી જ અવાજ

કરવાની પરવાનગી આપી હતી. જો કે શિવસેના પ્રમુખ બાળ ઠાકરેએ રેલી દરમ્યાન જ

આ મર્યાદાનો વિરોધ કર્યો હતો અને શિવસેનાનો અવાજ કોર્ટ પણ દબાવી શકશે નહિ

એમ જણાવ્યું હતું.

શિવસેનાએ પહેલાં વહેલી સવારે અને સાંજે જોરશોરથી મસ્જીદો ઉપર વાગતા લાઉડસ્પીકરો

બંધ કરાવવા કોર્ટ અને સરકારને પડકાર ફેંક્યો હતો તેમ જ અનેક ઠેકાણે એસ.વી.રોડ ઉપર

પણ શુક્રવારે નમાજ પઢવા બેસનારાઓથી માર્ગ સદંતર બંધ થઈ જતો હોવા સામે પગલાં

ભરવાની પક્ષે માગણી કરી હતી.

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: