ઓબામા ભારતના હોશિયાર વિદ્યાર્થીઓથી ભયભીત છે(ચીની કમ)


The Gulf of Khambat is at the right-lower-cent...

Image via Wikipedia

I have written Articles in english on subject and this column CHINI KAM wrote in Gujarati is reflecting my thoughts in Gujarati so i am reproducing article as it was written in CHINI KAM column in Sandesh NEWS PAPER as it is. 

Santosh Bhatt 

ચીનીકમ

ઓબામાનો અસલી એજન્ડા ભારતને અમેરિકાનાં યુદ્ધ વિમાનો વેચવાનો છે

અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામાની ભારતની મુલાકાતે દીપાવલીની ચમકમાં રાજનૈતિક વધારો કર્યો છે.

ઓબામા મુંબઈની તાજ હોટેલમાં રોકાવાના છે. તેમને તાજની ‘બુખારા’ રેસ્ટોરાંમાં દાલ મખની પીરસવામાં આવશે. વિશ્વ વિખ્યાત ગ્લેનફિડીચ દારૂની ૪૦ વર્ષ જૂની રૂ. ૪ લાખ ૮૦ હજારની કિંમતની વ્હિસ્કીથી માંડીને બીજા અનેક કીમતી શરાબ પીરસવામાં આવશે. ઓબામા બિયર પીવાના (પ્રમાણસર) શોખીન છે. ઘણી વાર વ્હાઈટ હાઉસમાં તેઓ બિયર પાર્ટી આપે છે. અગાઉ પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન ભારત આવ્યા ત્યારે આગ્રાની ફાઈવસ્ટાર હોટેલની બાલ્કનીમાંથી મોર જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

પ્રેસિડેન્ટ ઓબામા દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં સંસદનાં બંને ગૃહોના સભ્યોને સંબોધિત કરવાના છે. આમ તો તેઓ એક પ્રખર વક્તા છે, પરંતુ ડો. મનમોહનસિંહ કે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટિલનાં નામો બોલવામાં ગરબડ ન કરે તે માટે તેમની નજર સમક્ષ બીજા કોઈ જોઈ ના શકે તે રીતે ટેલિ પ્રોમ્પટિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પ્રવચન કરવાના મેજ પર એક ગુપ્ત સ્ક્રીન હશે. તેમાંથી પસાર થતી લાઈનો પર તેમની નજર હશે.

ભારતની મુલાકાતે આવતા અમેરિકાના તમામ પ્રમુખો ભારતની મુલાકાત બાદ સીધા જ પાકિસ્તાન જતા હોય છે, પરંતુ આ વખતે ઓબામા પાકિસ્તાન જવાના નથી, પરંતુ એથી ભારતે ખુશ થવા જેવું કાંઈ જ નથી. ભારત આવતા પહેલાં ઓબામા પાકિસ્તાનને ૨.૨૯ બિલિયન ડોલરની મદદ મોકલવાની જાહેરાત કરી ચૂક્યા છે. ઓબામાને ભારતના અંતરંગ મિત્ર સમજવાની જરૂર નથી. આઉટ સોર્સિંગના મુદ્દે તેઓ ભારતને મદદ કરવાના નથી. કાશ્મીરના મુદ્દે પાકિસ્તાન સાથે સમાધાન કરી લેવા દબાણ કરવાના છે. પરમાણુ સંધિ તો થઈ છે, પરંતુ હવે કોઈ અકસ્માત સર્જાય તો ‘જવાબદારી’ના મુદ્દે તેઓ અમેરિકન કંપનીઓનું જ હિત જોવાના છે. પ્રેસિડેન્ટ બન્યા પછી ગાંધીજીનાં ગુણગાન ગાવા સિવાય ઓબામાએ ભારતને કોઈ નક્કર મદદ કરી  નથી. ઓબામા ઘરઆંગણે અમેરિકનોને ચેતવણી આપી રહ્યા છે કે, “સાવધાન થઈ જાવ. ચીન અને ભારત આગળ નીકળી જશે. અમેરિકન બાળકો ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો પર ધ્યાન આપે, નહીંતર ભારતનાં બાળકો તમને પછાડી નાંખશે.”

પ્રેસિડેન્ટ બન્યા બાદ ઓબામાએ ભારતની મુશ્કેલીઓમાં વધારો જ કર્યો છે. તેમણે એચ-૧-બી વિઝાની ફીમાં વધારો કર્યો છે. જે અમેરિકન કંપનીઓ આઉટસોર્સિંગ કરી ભારતીય કંપનીઓને કામ આપે છે તે અમેરિકન કંપનીઓને કરવેરામાં અપાતી રાહત પાછી ખેંચી લીધી છે. અનુમાન છે કે, અમેરિકાનાં આ પગલાંથી ભારતની આઈ.ટી. કંપનીઓ પર ૨૦ કરોડ ડોલર જેટલી રકમનો વધારાનો બોજ પડયો છે. ભારત સરકારે અમેરિકાની આ નીતિનો વિરોધ કર્યો છે, પરંતુ ઓબામા પર એની કોઈ જ અસર થઈ નથી. અમેરિકામાં તેમનો જનાધાર ઘટી રહ્યો છે. તેમની પાર્ટી વચગાળાની ચૂંટણીઓમાં હારી રહી છે તેથી તેઓ અમેરિકન કંપનીઓના હિતરક્ષક તરીકે પોતાની જાતને ઉપસાવવા કોશિશ કરી રહ્યા છે. પહેલાં અમેરિકા ઉદારમતવાદી અને ખુલ્લા વ્યાપારીકરણની તરફેણ કરતું હતું હવે તે જ અમેરિકા તેમના દેશની કંપનીઓને ભારતને કામ ના આપવાની નીતિ અપનાવી રહ્યું છે. ઓબામા વાતો સારી સારી કરે છે, પરંતુ ભારતે તેથી ભોળવાઈ જવાની જરૂર નથી. ઓબામાનું વલણ ભારત માટે ચિંતાજનક છે.

ઓબામા મુંબઈની તાજના મહેમાન છે જ્યાં પાકિસ્તાની આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. ત્રાસવાદીઓના હુમલાનો ભોગ બનેલી હોટેલમાં ઊતરીને તેઓ ભારત પ્રત્યે ભાવનાત્મક વલણ દાખવવા માગે છે, પરંતુ આ માત્ર દેખાડવાની રાજનીતિ છે. કારણ કે જે દેશમાંથી તાજ પર હુમલો કરનાર આ ત્રાસવાદીઓ આવ્યા હતા તે દેશને અબજો ડોલરની મદદ હમણાં જ કરીને તેઓ ભારત આવ્યા છે.

એ જ રીતે અમેરિકામાં ગિરફ્તાર ડેવિડ હેડલીએ  મુંબઈ પર હુમલાની યોજના બનાવી તે વાતની ખબર અમેરિકાને હતી, પરંતુ મુંબઈમાં હુમલો થયા બાદ જ અમેરિકાએ ભારતને જણાવ્યું કે, મુંબઈમાં આવો હુમલો થવાનો છે તે વાતની અમને ખબર હતી.

દુનિયા બદલાઈ ગઈ છે. ચીને તેના વિકાસનો નકશો જ બદલી નાંખ્યો છે. પાછલા મહિનાઓમાં તેણે ભારત, જાપાન, વિયેતનામ તથા દક્ષિણ કોરિયા સાથે અનેક બાબતોમાં ઝઘડા કર્યા છે. કાશ્મીરના મામલામાં પણ તે દરમિયાનગીરી કરી રહ્યું છે, પરંતુ અમેરિકાને ‘સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’નો જબરો શોખ છે. તે એશિયામાં ચીન, ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા- એ બધાંનાં પાર્ટનર છે. પાકિસ્તાન સાથે તો તેની સીધી પાર્ટનરશિપ છે. ચીન સાથેના તનાવપૂર્ણ સંબંધો હોવા છતાં ભારત અને ચીન સાથે મળીને પ્રગતિ કરી રહ્યાં છે. પાકિસ્તાનની જેમ ભારત એશિયામાં અમેરિકાનું સૂબેદાર બનવાનું પસંદ નહીં કરે. અમેરિકા ભારત માટે એક અવિશ્વસનીય સાથી છે. વિશ્વમાં બ્રિટન અને ઇઝરાયેલ એ બે દેશોને છોડીને તે કોઈનુંયે સગું નથી. બ્રિટનને તો અમેરિકાનું જ એક પરગણું કહેવામાં આવે છે. બુશને માથું દુઃખે તો ટોની બ્લેર બામ લગાડવા પહોંચી જતા હતા. અમેરિકા ખુદ એક લોકતાંત્રિક દેશ છે અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા મુખ્યમંત્રી હોવા છતાં તેમને વિઝા નહીં આપીને અમેરિકા એક કમ્યુનિસ્ટ કન્ટ્રીની જેમ વર્તી રહ્યું છે. મુંબઈ અમેરિકન કોન્સ્યુલેટ કચેરી ઘણાંયે ભારતીય યુવક-યુવતીઓને કોઈ પણ કારણ આપ્યા વિના વિઝા આપવાનો ઇનકાર કરે છે. બીજી બાજુ, યુનિયન કાર્બાઈડના અસલી ગુનેગાર વોરન એન્ડરસનને ભારતને સોંપવાનો ઇનકાર કરે છે.

ભારતના નેતાઓને એ વાતનો આત્મવિશ્વાસ હોવો જોઈએ કે, આજે ભારત સારી સ્થિતિમાં છે. અમેરિકા મંદીમાં ડૂબી ગયું. ભારત અને ચીન બચી ગયાં છે.  ઓબામાની વિદાય બાદ ફ્રાન્સ અને રશિયાના પ્રમુખો પણ ભારત આવી રહ્યા છે. ભારત પાસે ૧૨૫ કરોડ લોકોનું બજાર છે, એ વાતની એમને ખબર છે. એ બધાને તેમનો માલ વેચવો છે. તેઓ જાણે છે કે, ભારત તેમનો માલ ખરીદશે તો તેમના દેશમાં નવી નોકરીઓ ઊભી થશે. અમેરિકા ખુદ અબજો રૂપિયાનાં ૧૨૭ જેટલાં યુદ્ધ વિમાનો વેચવા માગે છે, પરંતુ યુદ્ધ વિમાનો બનાવવાની ટેક્નોલોજી આપવા માંગતું નથી. આ સંજોગોમાં અમેરિકાના અસલી ચહેરાને ઓળખી લેવાની જરૂર છે. એ વાત પણ સમજી લેવાની જરૂર છે કે, ભારત એક મોટી આર્િથક તાકાત અને મોટું બજાર હોઈ જેટલી જરૂર આપણને અમેરિકાની છે તેટલી જ જરૂર અમેરિકાને ભારતની છે. ભારત જે કોઈ ચીજવસ્તુઓના ઓર્ડર્સ આપશે તે વેપારી સોદાઓ પર અમેરિકનોની નોકરીઓ નિર્ભર છે. આજે અમેરિકા એ નથી કે જે બે દાયકા પહેલાં હતું. પહેલાં વિયેતનામમાં અને પછી ઇરાકમાં તેણે ઘણો  માર ખાધો છે. અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવા તે માર્ગ શોધી રહ્યું છે. પાકિસ્તાન પણ તેના કાબૂમાં નથી. ઓસામા બિન લાદેનને તે પકડી શક્યું નથી. બહારથી લાલ આંખ રાખતું અમેરિકા અંદરથી ભયભીત છે.  ગણિત અને વિજ્ઞાનમાં હોશિયાર ભારતીયો અમેરિકનોની નોકરીઓ છીનવી લેશે તેવો પણ તેને ડર છે.

યાદ રહે કે, ઓબામા એક ‘કન્ફ્યૂઝ્ડ પ્રેસિડેન્ટ’ છે. તેઓ નથી તો તેમનો દેશ ચલાવી શકતા નથી તો વિદેશ. અમેરિકામાં ઓબામાની લોકપ્રિયતા ઘટી રહી છે. ઓબામા કરતાં તેમનાં પત્ની મિશેલ વધુ લોકપ્રિય છે.

આ બંને મહાનુભાવોનું ભારતમાં સ્વાગત

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: