Hindu Gujarati Brahmin Girl’s Achivement.


ગુજરાતની બે છોકરીઓ પાયલોટ બની નાની હતી ત્યારે પ્લેન નાનું દેખાતું, હવે દુનિયા નાની દેખાય છે

– દેશભરમાં માત્ર ૪૦૦ મહિલા પાયલોટ છે અને તે કુલ પાયલોટની સંખ્યાના પાંચ ટકા જેટલી થાય છે ત્યારે ગુજરાતની બે વિદ્યાર્થીનીઓ બંસરી શાહ અને હિરલ વ્યાસે તમામ અડચણો અને મુશ્કેલીઓને પાછળ છોડી કોમર્શિયલ પાયલોટ તરીકેનું લાયસન્સ મેળવ્યું છે. દેશની પ્રથમ મહિલા પાયલોટ સરલા ઠકરાલને રોલ મોડલ માનતી અમદાવાદ નારણપુરાની કેપ્ટન બંસરી શૈલેષભાઇ શાહને ગુજરાતની સૌથી નાની વયની મહિલા પાયલોટ બનવાનો શ્રેય મળ્યો છે.

બાળપણમાં આકાશમાંથી પસાર થતાં વિમાનને જોઇને પાયલોટ બનવાનું સ્વપ્ન જોયા બાદ એક જ લક્ષ્ય અને સખ્ત પરિશ્રમ પછી માત્ર ૧૯ વર્ષની વયે અમદાવાદની બંસરી શાહ અને ગાંધીનગરની હિરલ વ્યાસે કોમર્શિયલ પાયલોટ બનીને પોતાનું સપનું સાકાર કર્યું છે. દેશભરમાં માત્ર ૪૦૦ મહિલા પાયલોટ છે અને તે કુલ પાયલોટની સંખ્યાના પાંચ ટકા જેટલી થાય છે ત્યારે આ બંને ગુજરાતી છોકરીઓએ તમામ અડચણો અને મુશ્કેલીઓને પાછળ છોડી કોમર્શિયલ પાયલોટ તરીકેનું લાયસન્સ મેળવી લીધું છે. અભ્યાસ અને તાલિમ પાછળ લાખો રૃપિયાનો ખર્ચ, તનતોડ મહેનત અને રોજગારીની સાવ ઓછી તક વચ્ચે આ ક્ષેત્રમાં ગુજરાતી યુવાનો ઓછા જોડાય છે અને ખાસ કરીને યુવતિઓ માટે ખરેખર પડકારરૃપ બની જાય છે.જુન-૨૦૦૮ની બેચમાં અભ્યાસમાં જોડાનાર કુલ ૪૦ વિદ્યાર્થીઓની બેચમાં માત્ર પાંચ વિદ્યાર્થી કોમર્શિયલ પાયલોટનું લાયસન્સ મેળવવામાં સફળ રહ્યા છે અને તેમાં હિરલ અને બંસરી બે જ યુવતિઓ છે.
દેશની પ્રથમ મહિલા પાયલોટ સરલા ઠકરાલને રોલ મોડલ માનતી અમદાવાદ નારણપુરાની કેપ્ટન બંસરી શૈલેષભાઇ શાહને ગુજરાતની સૌથી નાની વયની મહિલા પાયલોટ બનવાનો શ્રેય મળ્યો છે. બંસરી કહે છે કે, ધગશ, સખત મહેનત કરવાની તૈયારી અને થોડું નસીબ હોય તો આ ક્ષેત્રમાં સફળતા મળે છે. પ્રથમ તબક્કે મેડીકલ ચેકઅપમાં મને રીજેક્ટ કરવામાં આવી હતી પરંતુ હતાશ થયા વિના મે પ્રયત્ન ચાલુ રાખ્યા અને આખરે તેઓને પોતાની ભૂલ સમજાઇ અને મને એડમિશન આપી દીધું હતું. થિયરી અને પ્રેક્ટિકલ બંનેમાં સખત મહેનતની જરૃર પડે છે જેનાથી કંટાળીને અમારી બેચના અનેક વિદ્યાર્થીઓ અધવચ્ચે જ અભ્યાસ છોડી ગયા હતા.
ગાંધીનગરની કેપ્ટન હિરલ અશ્વિનભાઇ વ્યાસ પોતાની સફળતાનો શ્રેય માતા ભાવનાબેન અને પિતા અશ્વિનભાઇને આપતા કહે છે કે, નાનપણમાં જ્યારે કોઇ જ સમજ ન હતી ત્યારે આકાશમાં જોઇને પ્લેન ઉડાડવાની કહેલી વાતને માતા-પિતાએ ગંભીરતાથી લીધી અને અભ્યાસ તેમજ કારકિર્દીના દરેક તબક્કે માત્ર અને માત્ર પાયલોટ બનવા સિવાય અન્ય કોઇ વિકલ્પ ઉપર ચર્ચા થતી નહીં. આ માટે ઘરમાં હકારાત્મક વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું.તાલિમ વખતનો યાદગાર અનુભવ જણાવતા હિરલે કહે છે , અમદાવાદથી પાલીતાણા અને ત્યાંથી મહેસાણા સોલો ફ્લાઇંગ કરવાનું હતું. હું ટુ સીટર પ્લેન ફ્લાય કરતી હતી, તે વખતે પાલિતાણા પાસે ડાબી તરફથી પક્ષીઓના ઝૂંડ જેવું કશુંક મારો રૃટ ક્રોસ કરી રહ્યું હોય તેવું લાગ્યું. મેં એટીસી સાથે રેડિયો વડે સંપર્ક કર્યો પરંતુ કોઇ જવાબ મળ્યો નહીં. એટલીવારમાં તે વસ્તુ નજીક આવતાં એકાએક મને ખ્યાલ આવ્યો કે આ તો હેલિકોપ્ટર છે. સ્હેજપણ ગભરાયા વિના મેં સિફતપુર્વક મારા પ્લેનનું લેવલ વધારી દીધું અને હેલિકોપ્ટર બરાબર મારા પ્લેનની નીચેથી પસાર થઇ ગયું.
અમદાવાદ એવિએશન એન્ડ એરોનોટીક્સ સંસ્થામાંથી કોમર્શિયલ પાયલોટનું લાયસન્સ લીધા બાદ બંનેએ એક ખાનગી એરલાઇન્સમાં જોડાવા માટેની એક્ઝામ આપી છે.બંસરી અને હિરલ એકસાથે કહે છે કે, પાયોલોટ બનવા માટે તનતોડ મહેનત અને ૨૫થી ૩૦ લાખ રૃપિયાનો ખર્ચ થાય છે. જેના કારણે દરેક વ્યક્તિ ઇચ્છતી હોવા છતાં આ ક્ષેત્રમાં આવી શકતી નથી. આ માટે સરકાર દ્વારા પણ કોઇ મદદ મળતી નથી. માત્ર અનામત કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો લાભ અપાય છે પરંતુ તેમને લાયસન્સ માટે સમયમર્યાદા અપાતી હોવાથી તેઓ પણ લાભ મેળવી શકતા નથી.
સરકાર આ ક્ષેત્રમાં આવવા માટે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અને અન્ય પ્રોત્સાહન આપે તે જરૃરી છે. આ જ રીતે પાયલોટ બની ગયા બાદ પણ રોજગારી માટે ભારે સંઘર્ષ કરવો પડે છે. ભારતની એરલાઇન્સ દ્વારા વિદેશી પાયલોટને પ્રથમ તક અપાય છે. હાલમાં ભારતની એરલાઇન્સમાં ૪૦ ટકા વિદેશી પાયલોટ છે. જેથી સ્થાનિક પાયલોટને જોઇએ તેવી તક મળતી નથી.
વળી અહીંના પાયલોટ વિદેશની કોઇ એરલાઇન્સમાં જોડાઇ શકતા નથી કેમ કે, તેઓના નિયમ પ્રમાણે ત્યાંના પેપર્સ ક્લીયર કરવા પડે છે અને ત્યાંની સિટીઝનશીપ મેળવવી પડે છે. ઇન્ડીયામાં આવા કોઇ નિયમ નથી. મંદી દરમિયાન પાયલોટની ભરતી સદંતર બંધ થઇ ગઇ હતી. જોકે, હવે થોડા પ્રમાણમાં રીક્રુટમેન્ટ શરૃ થઇ છે.

Hindu Gujarati Pilot Girl Miss. Vyas

Amazing achivements of Hindu Gujju Girl Miss Vyas.

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: