વિશ્વના સૌથી હાઈ-ટેક અમેરિકી સૈન્યમાં પણ યોગ દાખલ થશ


વિશ્વના સૌથી હાઈ-ટેક અમેરિકી સૈન્યમાં પણ યોગ દાખલ થશ

સૈનિકોને મુશ્કેલ ઓપરેશન માટે તૈયાર રાખવા નવા ફિટનેસ મંત્ર તરીકે પ્રાચીન ભારતીય કળાને સ્વીકારી
(પીટીઆઈ) વોશિંગ્ટન, તા.૭
વિશ્વમાં સૌથી અત્યાધુનિક અને શક્તિશાળી માનવામાં આવતા અમેરિકી સૈન્યમાં પણ હવે યોગ દાખલ થશે. છેલ્લા ૩૦ વર્ષમાં પ્રથમ વખત વિશ્વમાં કોઈપણ સ્થળે લડી શકવાની અમેરિકી સૈન્યની ક્ષમતામાં વધારો કરવા માટે મોટાપાયે પગલાં ભરવામાં આવી રહ્યા છે જેના ભાગરૃપ ૧લી માર્ચથી અમેરિકી સૈન્યના જવાનો માટે યોગ પદ્ધતિ લાગુ કરવામાં આવી છે. અગાઉ ઇરાક અને અફઘાનિસ્તાન યુદ્ધને કારણે માનસિક બિમારીનો ભોગ બનેલા અમેરિકાના અનેક જવાનો યોગની મદદથી તનાવને દૂર કરી શક્યા હતા.
અમેરિકી સૈન્ય યોગ તરફ વળ્યું નથી, અગાઉ ખાડી યુદ્ધ અને અફઘાનિસ્તાન યુદ્ધ બાદ અમેરિકી સૈન્યના જવાનોને લડાઈને કારણે સર્જાતા પોસ્ટ-ટ્રોમેટીક સ્ટ્રેસ ડિસોર્ડર (પીટીએસડી)ની સારવાર માટે પણ યોગની મદદ લેવામાં આવતી હતી. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે જે અમેરિકી જવાનોએ યોગનું અનુસરણ કર્યું હતું તેઓ બહુ ઝડપથી આ માનસિક બિમારીમાંથી બહાર આવ્યા હતા તથા તેમના માનસિક તનાવમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. અમેરિકી સૈન્યમાં મોટી સંખ્યામાં જવાનો પીટીએસડીથી પીડાઈ રહ્યા છે.
અમેરિકાના ક્લિનીકલ સાયકોલોજીસ્ટ એલીસન હરકીલ્ડના મતે યોગમાં ધ્યાન, શ્વાસોચ્છવાસ, આસનોનો સમાવેશ થાય છે જે શારિરીક, માનસિક તનાવમાં ઘટાડો કરે છે. તેમણે ઉમેર્યું હતું કે યોગ સૈનિકોને માનસિક શાંતિ આપે છે. યુદ્ધને કારણે સર્જાતી માનસિક બિમારીઓની સારવારમાં યોગની અસરકારકતા પુરવાર થયા બાદ હવે અમેરિકી સન્યએ યોગ પદ્ધતિના ઉપયોગને વિસ્તારવાનો નિર્ણય કર્યો છે. સૈન્યના નવા શારિરીક અભ્યાસક્રમમાં વિવિધ તબક્કે યોગ દાખલ કરાશે, તથા ટ્રેનિંગમાં પણ તેનો સમાવેશ કરવામાં આવશે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: