આ ગામમાં નળમાં પણ મિનરલ વોટર આવે છે


આ ગામમાં નળમાં પણ મિનરલ વોટર આવે છે   From Gujarat Samachar
– અમદાવાદથી હંિમતનગર હાઈવે ઉપર આવેલું મહેરામણપુરા ગામમાં ગામના લોકોએ લોકફાળો ભેગો કરીને આરઓ પ્લાન્ટ બનાવ્યો છે. પ્રદુષિત પાણીથી થતા રોગોને અટકાવવા માટે આ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. ગામમાં ૫૦૦ કરતાં પણ વધારે વસતી છે. ૯૦થી ૯૫ કુટુંબ આ ગામમાં વસવાટ કરે છે

ગામડાની સુવિધા જોઈને ક્યારેક શહેર પણ થાપ ખાઈ જતું હોય છે. એક એવું ગામ જ્યાં ગામના દરેક વ્યક્તિને પીવા માટે સ્વચ્છ મિનરલવૉટરનો જ ઉપયોગ કરે છે. ગામના તમામ ઘરે મિનરલ વૉટર પહોંચે એવો એક આરઓ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. અમદાવાદથી હંિમતનગર હાઈવે ઉપર આવેલું મહેરામપુરા ગામમાં ગામના લોકોએ લોકફાળો ભેગો કરીને આરઓ પ્લાન્ટ બનાવ્યો છે.

પ્રદુષિત પાણીથી થતા રોગોને અટકાવવા માટે આ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. ગામમાં ૫૦૦ કરતાં પણ વધારે વસતી છે. ૯૦થી ૯૫ કુટુંબ આ ગામમાં વસવાટ કરે છે. ગામના મોટા ભાગના લોકોનો વ્યવસાય ખેતી અને પશુપાલન છે. ગામના લોકોએ પીવાના પાણીની સુવિધા માટે ખેત તલાવડી, ચેકડેમ ૬૦ જેટલા બોરવેલ બનાવ્યા છે અને પાણીની વિકટ સમસ્યાને દુર કરી છે. આજુ બાજુના ૧૦ કરતાં વધારે ગામમાં મહેરામપુરામાંથી મિનરલ વોટર ઉપયોગ કરે છે. મહેરામ પુરા આજુબાજુના કેટલાય ગામોને મીનરલ વૉટર પુરું પાડે છે. ગામના ગરીબ હોય કે અમીર તમામ લોકોના ઘરે પાણીના નળમાં મીનરલ વૉટર જ આવે છે. આ સુવિધાથી પથરી તથા ચામડીના રોગનું નિવારણ આવ્યું છે. તમામ વ્યક્તિને પીવા માટે સ્વચ્છ પાણી મળે છે. ગામમાં આ વૉટર આરઓ પ્લાન્ટ ૨૫ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે અને તેને ગામની સહકારી મંડળીના મકાનમાં બનાવવામાં આવ્યો છે. લોકફાળો તથા કેટલીક સરકારી સહાયથી ગામમાં આરઓ પ્લાન્ટ સુવિધા ઉભી કરવામાં આવી છે.
આ અંગે ગામના સરપંચ શાંતાબેન વણકર કહે છે, અમારા ગામમાં ૫૦૦ કરતાં વઘુ વસતી છે. ગામમાં ૯૦ જેટલા કુટુંબો વસવાટ કરે છે અને ગામના મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અમારા ગામમાં પીવાના પાણીની મોટી સમસ્યા હતી. અને પ્રદુષિત પાણીના કારણે લોકોને પથરી તથા ચામડીના રોગ થતા હતા તેથી આ સમસ્યા દુર કરવા માટે ગામના લોકોએ મીનરલ વૉટર પ્લાન્ટ બનાવવાનું વિચાર્યું અને લોકફાળો એકઠો કરીને અમે મિનરલ વૉટર પ્લાન્ટ બનાવ્યો છે. આ પ્લાન્ટ દ્વારા ગામના તમામ ઘરમાં મિનરલ વૉટર પહોંચે છે. ચાહે ગરીબ વ્યક્તિ હોય કે અમીર તમામને મીનરલ વૉટર પુરું પાડવામાં આવે છે. દરેકના ઘરમાં પાણીના નળ ફીટ કરવામાં આવ્યા છે. જેમાં તમામ લોકોના ઘરે મીનરલ વૉટર પહોંચી શકે.
આ ઉપરાંત પાણીની સમસ્યા દુર કરવા માટે ખેત તલાવડી તથા બોરવેલ બનાવવામાં આવ્યા છે. બોરવેલમાંથી પાણી ટાંકીમાં નાખવામાં આવે છે અને ટાંકીનું પાણી આરઓ વૉટર પ્લાન્ટમાં રીફાઈન્ડ થઈને ગામના તમામ ઘરે પહોંચે છે. અમારા ગામ ઉપરાંત આજુ બાજુના દસ જેટલા ગામડાઓને અમે મિનરલ વૉટર પુરું પાડીએ છીએ. આ વૉટર આરઓ પ્લાન્ટથી પ્રદુષિત પાણીની સમસ્યા હંમેશ માટે દૂર થઈ ગઈ છે અને તમામ લોકોને સ્વચ્છ પાણી મળે છે.

Advertisements

One Response

  1. Your posting about RO Filter is very beneficial, keep it up. Thanks for sharing information.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: