જ્યોતિર્મય સ્વરૂપ શિવલિંગનો મહિમા


શિવલિંગ માહાત્મ્ય – જટાશંકર ત્રિવેદી                         

શિવ એ નિરંજન, નિરાકાર, નિર્મિકાર અને અજન્મા છે. શિવ એક જ્યોર્તિ રૂપ પણ છે. તેથી ધરતી પર મહાદેવની પૂજા અર્ચના કરવા  શિવનું મૂર્તિમંત સ્વરૂપ સ્થાપવા માટે તેને લિંગનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. શિવલિંગ મૂળભૂત રીતે તો બ્રહ્માની જ પ્રતિકૃતિ છે. લિંગ એટલે કે લક્ષણ, ચિહ્ન, નિશાન. અહી બ્રહ્મનું પ્રતીક તેવો અર્થ અભિપ્રેત થાય છે. લિંગના મૂળમાં બ્રહ્માનો વાસ છે, મધ્યમાં વિષ્ણુ છે અને ઉપરના ભાગમાં સદાશિવ ભગવાન બિરાજે છે. લિંગ એ આદ્યશક્તિ જગદંબાનું પરમ પ્રતીક પણ ગણાય છે. શિવલિંગની ઉપાસનામાં પ્રકૃતિ અને પરમાત્માનો સુભગ સમન્વય હોવાથી  શંકર પાર્વતીનું પૂજન કર્યું હોવાનું માની લેવાય છે. શિવલિંગની અનેક વિશેષ લાક્ષણિકતા હોવાથી પ્રાચીન સમયથી સમગ્ર વિશ્વમાં શિવલિંગની પૂજા, ઉપાસના અને આરાધના પ્રચલિત છે.

સૃષ્ટિના પાલનકર્તા  ભગવાન વિષ્ણુએ એક વાર સૃષ્ટિના સર્જનહાર બ્રહ્મા સાથે મળીને  સમસ્ત સંસારને દુઃખ પીડામાંથી હરવા માટે નિર્ગુંણ, નિરાકાર મહાદેવને પ્રાર્થના કરી કે ‘પ્રભુ, તમે કેવી રીતે પ્રસન્ન થાવ છો’. ત્યારે મહાદેવે પ્રસન્ન થઇને ઉત્તર આપ્યો કે ‘સંસારને સકળ રોગ શોકમાંથી મુક્ત કરવા માટે શિવલિંગની પૂજા કરો’. શિવલિંગની પૂજાથી દરેક કષ્ટોનું નિવારણ થઇ જાય છે. ત્યારે વિષ્ણુ ભગવાને વિશ્વકર્માને બોલાવીને અલગ અલગ દ્રવ્યનાં શિવલિંગ બનાવવાનો આદેશ આપ્યો અને ત્યારથી આજ સુધી અલગ અલગ દ્રવ્યથી બનેલાં લિંગોના સ્વરૂપની  પૂજા થાય છે. તેમાં પારદ શિવલિંગ, પાર્થિવ શિવલિંગ વગેરેનો સમાવેશ થાય છે.

મહાશિવપુરાણમાં લખ્યું છે કે, પારદ શિવલિંગની પૂજા કરવાથી કરોડો શિવલિંગની પૂજા કર્યાંનું ફળ મળે છે. મંત્ર સિદ્ધ પ્રાણપ્રતિષ્ઠાયુક્ત પારદ શિવલિંગની પૂજા કરવાથી પાપનો ક્ષય થાય છે અને સૌભાગ્યનો ઉદય થાય છે. શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે પારદ શિવલિંગની પૂજા કરવાથી કે રુદ્રાભિષેક કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.

 બાણાસુરે પારદ શિવલિંગની આરાધના કરીને જ મનોવાંછિત ફળ મેળવ્યું હતું, તેવી રીતે પાર્થિવ શિવલિંગનું પણ વિશેષ મહત્ત્વ છે. શ્રાવણ માસમાં અનેક શિવભક્તો સમગ્ર માસ દરમિયાન દરરોજ માટીના શિવલિંગ બનાવે છે અને તેની પૂજા કરીને તે શિવલિંગનું રોજ વિસર્જન કરી દે છે. શિવમહાપુરાણના સૃષ્ટિ ખંડમાં પણ કષ્ટોના નિવારણ માટે અને પાપના નાશ માટે શિવલિંગની પૂજાનું જ મહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે.

 જ્યારે પાંડવો તેનો અજ્ઞાતવાસ ભોગવી રહ્યા હતા ત્યારે દુર્યોધન રાક્ષસોને મોકલીને પાંડવો પર ત્રાસ ગુજારતો હતો ત્યારે પાંડવો શ્રીકૃષ્ણને આ ત્રાસથી અવગત કરે છે ત્યારે સ્વયમ્ શ્રીકૃષ્ણ પાંડવોને આસુરી શક્તિ પર વિજય મેળવવા માટે શિવલિંગની પૂજા કરવાનો અને મહાદેવને શરણે જવાનો ઉપાય બતાવે છે, વ્યાસ મુનિએ પણ પાંડવોને શિવ આરાધનાનો જ ઉપદેશ આપ્યો હતો. હિમાલયથી લઇને પાંડવો ભારતના જે ખૂણાએ ફર્યા હતા ત્યાં બધે જ સ્થળે શિવલિંગની સ્થાપનાનો શાસ્ત્રોમાં  ઉલ્લેખ જોવા મળે છે. 

 સંસારને ત્રિવિધ તાપોથી બચાવનાર શિવનું સમગ્ર સ્વરૂપ જ કલ્યાણકારી છે. જગતને વિષથી બચાવવા માટે સમુદ્રમંથનમાંથી નીકળેલું વિષ ગટગટાવી જનાર નીલકંઠે વિષ પીને જગતને અમૃત જ આપ્યું છે.

શિવલિંગનાં પાંચ સ્વરૂપ

ગુરુલિંગ, સ્વયંભૂ લિંગ, બિંદુ લિંગ, સ્થાપિત લિંગ, ચરલિંગ વગેરે શિવલિંગ વિષે જાણીએ.

ગુરુ લિંગઃ ‘ગુરુન રુન્ધે ઇતિ’  અર્થાત્ વિકારને દૂર કરે તે ગુરુ માટે પ્રકાંડ પંડિત વિદ્વાનના શરીરને ગુરુલિંગ ગણાય છે. આમ દરેક પ્રકારના શિવલિંગમાં તેના દ્રવ્ય અને ઉદ્ભવની ગાથા અલગ -અલગ હોઇ શકે, પરંતુ શિવતત્ત્વ તો એક જ છે.  સમસ્ત જગતનું કલ્યાણ કરનાર શિવતત્ત્વનો મહિમા જેટલો ગવાય તેટલો ઓછો છે. 

સમગ્ર નદીઓ, સમુદ્રના જળની શાહી બનાવીને પૃથ્વીનાં બધાં જ વૃક્ષો કાપીને તેની કલમ બનાવવામાં આવે અથવા સ્વયં વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીને  ખુદ અનંતકાળ સુધી તેના ગુણ લખવા બેસે તો પણ તો પણ નિરંજન મહેશ્વરનાં વર્ણન થઇ શકે તેમ નથી. કલ્યાણકારી શિવના કોઇ પણ લિંગ સ્વરૂપની બાળ સહજ નિર્દોષ ભાવે પૂજા, અર્ચના કરવાથી ધન, જ્ઞાન, સિદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.

સ્વયંભૂ લિંગઃ શિવજી ઋષિમુનિઓના તપથી પ્રસન્ન થઇ પૃથ્વીમાંથી આપોઆપ બહાર નીકળે છે. તે રીતે શિવજીના લિંગ સ્વરૂપનો પ્રાદુર્ભાવ થાય છે. તેને સ્વયંભૂ લિંગ કહેવાય છે.

બિંદુ લિંગઃ સ્વહસ્તે લખેલા પત્રમાં અન્ય કોઇ વસ્તુમાં આવાહન કરી તેમનું પૂજન કરવું તેને બિંદુલિંગ કહેવાય છે. આ લિંગ ભાવનામય છે.

સ્થાપિત લિંગઃ ભૂદેવોએ, રાજવીઓએ અને શ્રીમંતોએ કારીગર પાસે કલાત્મક રીતે કંડારાવી જે લિંગની મંત્રોચ્ચાર દ્વારા પ્રાણપ્રતિષ્ઠા કરાવી હોય તે સ્થાપિત લિંગ કહેવાય છે.

ચરલિંગ : શરીરનાં અંગ – ઉપાંગો જેવાં કે નાભિ કે નાકનું ટેરવું શિખા વગેરેમાં આત્માસંબંધી લિંગની કલ્પના કરાવીને આપવામાં આવેલા આકારને ચરલિંગ કહેવાય છે.

Advertisements

2 Responses

  1. Raju

    Article is written in Gujarati and not Panjabi

    Thx for your comment and concern.

    Like

  2. Apko hindi likhna nahi ati hai. Apne itne mehnat ki hai lekin punjabi me likha hai, hindusthan 2.5 % log punjabi samaj te hai. Ap punjabi me likh ke kaise sabko samjhaoge,’?? Hindusthan ki aabai kitni hai????

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: