એવું એક સપનું સંત ને આવ્યું !

પતંગિયાની પાંખે બેસી ,

શમણુ મને એક આવ્યું

આવ્યું મારી પાસે,

કહેવા કે કંઇક ગમતું હું લાવ્યું

સવપનાે પરોવ્યા પાંપણમાં,

કંઇક મનશા જગાવતું ફાવ્યું

ગૂંથ્યું શ્વાસે શ્વાસે ; શબ્દે શબ્દે

એક સોનેરી સપનુ જાગ્યું

ઝળહળ જગમગતુ

આભ જુઓ મેં શોધ્યું !

મેં તો બસ અજવાળું ઓઢ્યું.

શમણુ મને એક ભાવ્યું !

સ્વપ્નમાં તુજને હું શોભાવી શકું,

એવું એક સપનું મેં માણયુ !

કહેવું છે ઘણું , શાેધુ શબદાે સ્વપ્નમાં

એવું એક સપનું મને લાગ્યું !

હાથ મિલાવ્યાે હાથ થી, કરવા આલિંગન ,

એવું એક સપનું મૈં જાલયુ !

નજદીક આવ્યું એક ખાસ,

ને એક સપનું કાંઈક એવુ ટુટયુ !

હયુદયા મા થી નીકળી આહ ,

એવું એક સપનું મને આવ્યું !

જાેતાે રહીગયાે એની રાહ,

અને રહી ગઈ અધુરી મારી ચાહ

એવું એક સપનું સંત ને આવ્યું !

સંત ભટ્ટ